નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયા પછી સર્જાયેલી હિંસક સ્થિતિને કારણે અનેક ગુજરાતીઓ ફસાઈ ગયા હતા. જો કે સરકારે તેમને પરત લાવવાની વ્યવસ્થા કરતા ફસાયેલા કેટલાક ગુજરાતીઓની વતન વાપસી થઈ. અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે 9 વાગ્યે ઉતરાણ થતાં ગુજરાતી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તો સ્વજનો પરત આવતા તેમના પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો છે.