બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલા અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં સોમવારે ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ સરદાર પ્રતિમા પાસે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જે બાદ કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે તમામ મહિલાઓ પહોંચી હતી અને બાદમાં કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.