વડતાલધામમાં વિધ્નહર્તા વિનાયકને ભાવભરી વિદાય આપવામાં આવી....વડતાલધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામમાં બુધવારે જળઝીલણી એકાદશીના સમૈયાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઠ-આઠ દિવસથી મોંઘેરા મહેમાન બનેલા વિધ્નહર્તા વિનાયકને સંતો-ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી. પરીવર્તની એકાદશીના શુભદિને ગોમતીજીમાં ઠાકોરજીને નૌકાવિહાર કરવામાં આવી હતી.