ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે રઝકા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, શહેરના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળોએ ગેરકાયદે કબજા, ફૂટપાથ પરના સ્ટોલ, ઝૂંપડાં વગેરે સ્થળે અનઅધિકૃત વેચવામાં આવતો રઝકો જપ્ત કરવામાં આવ્યો હતો, શહેર માં રખડતા ઢોર નો ત્રાસ વધ્યો હોય ત્યારે નાગરિકોને અવરજવર કરવામાં તકલીફ પડે તે રીતે જ્યાંને ત્યાં વેંચતા રઝકા પર કાબુ મેળવવા માટે આ રઝકા ડ્રાઈવ યોજવામાં આવી અને કાર્યવાહી કરાઈ