બનાસકાંઠા જિલ્લામાં સતત 28 કલાકથી પડી રહેલા ભારે વરસાદના પગલે સરહદી વિસ્તારના અનેક તાલુકા પ્રભાવિત થયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આજે સોમવારે 5:00 કલાકે થરાદ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી અને તમામ અધિકારીઓને સત્વરે બચાવ કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે તો 500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 13 જેટલા ગામો રસ્તાના ધોવાણ થી સંપર્ક વિહોણા બન્યા છે.