આજે તારીખ 12/06/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે આફવા ગ્રામ પંચાયતમાં દશ વોર્ડ સભ્યો પૈકી આઠ વોર્ડ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપતા ખળભળાટ. ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયત ખાતે 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં લાખોની ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.