ઈસ્લામ ધર્મના સ્થાપક મહાન હઝરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ) સાહેબના ૧૫૦૦ માં જન્મદિવસ નિમિત્તે મહુધા ખાતે ભાઈચારા સાથે હર્ષોલ્લાસથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુધા તેમજ વિવિધ ગામ, શહેરોમાં ઉત્સાહભેર ઈદે મિલાદ નું જુલૂસ નિકળ્યું હતું. જેમાં મહુધા ખાતે સવારે દસેક વાગ્યાની આસપાસ ગોધરશાહવલી જાહેરાપીર ની દરગાહ થી કસ્બા કમિટી નાં માર્ગદર્શન હેઠળ જૂલુસ નિકળ્યું હતું.