ભરૂચ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. ભરૂચના પાંચબત્તી સર્કલ સ્થિત પોલીસ ચોકડી પાસે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અશ્વિનભાઈ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં સિટી ટ્રાફિક ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.આર.પાથર દ્વારા પોલીસ કર્મીનું સાલ ઓઢાડી અને શ્રી ફળ આપી સન્માન કર્યું હતું.અને નિવૃત્તિ કાળનું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.