ભાવનગરની સામાજિક સંસ્થા પ્રયત્ન ફાઉન્ડેશન દર વર્ષે નવા આયોજનો સાથે ગણપતિ ઉત્સવ ઉજવે છે. આ વર્ષે સંસ્થાએ હવામાન તરતા ગણપતિ અને ખાસ ટિલ્ટ કોરિડોરનું આયોજન કર્યું છે. નાસાના વૈજ્ઞાનિકના સહયોગથી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ગુરુત્વાકર્ષણની ક્ષમતા ઘટાડી બનાવાયેલા આ કોરિડોરમાંથી પસાર થનાર વ્યક્તિને એકબીજા તરફ આકર્ષણ થતો અનુભવ થાય છે. અમેરિકામાં જેવો આ કોન્સેપ્ટ એન્ટ્રી ફી સાથે જોવા મળે છે, તે ભાવનગરમાં ભક્તો માટે નિશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.