આજરોજ અંજાર પોલીસ સ્ટેશન ખાતે અંજાર પીઆઇ એઆર ગોહિલ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આયોજકો હાજર રહ્યા હતા. પીઆઈ દ્વારા આયોજકોને નિયમ મુજબ, મોડી રાત સુધી લાઉડ સ્પીકર ન વગાડવા, ગણેશોત્સવ સ્થળે અસામાજિક તત્વોની જાણ તુરંત પોલીસને કરવી, આયોજન સ્થળે મહિલાઓ-યુવતીની સલામતી જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવી, આ ઉપરાંત મંડપ ખાતે સીસીટીવી રાખવા બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.