દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ અને બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળોએ બનાસ મેડિકલ કોલેજ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા કેમ્પ ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલશે આજે શુક્રવારે ચાર કલાકે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષશંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 20 સ્થળોએ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે