ખંભાતના મામલતદાર જયદેવભાઈ વાંકે સાબરમતી નદી કાંઠાના તરકપુર, ગોલાણા - હૈદરપુરાની મુલાકાત લીધી હતી. ગામના આગેવાનો, સરપંચ તથા તલાટીને પુનઃ જરૂરી સુચના આપવામાં આવી હતી. ત્યારબાદ છેવાડાના તરકપુર ગ્રામ પંચાયતમાં આકસ્મિક મુલાકાત કરી હતી. તલાટીના સામાન્ય દફ્તરની તપાસણી કરવામાં આવી હતી.સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનની પણ આકસ્મિક વિઝીટ કરી તપાસણી કરી હતી.અને લાઈવ સ્ટોક ચેક કરી દુકાન માલિકને જરૂરી સૂચના આપવામાં આવી હતી.