સાવરકુંડલા તાલુકાના માલધારી સમાજના લોકો ગૌચર બચાવવા મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા. તેઓએ આવેદનપત્ર આપીને સૂત્રોચાર કર્યા અને ગૌચર જમીન સુરક્ષિત રાખવાની માંગ ઉઠાવી.જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.