ખોવાય ગયેલ મોબાઈલ નંગ- ૧૬ જેની કિંમત રૂા.૩ લાખ રિકવર કરી અરજદારોને પરત કર્યા હતા. સાથે ૧૨ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદમાં અરજદારે ગુમાવેલા રૂપિયા ૩,૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૬,૨૫૦૦૦ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને પરત આપવામાં આવ્યા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” તેમજ ૩ વર્ષથી ચાલતા સંવેદનશીલ કાર્ય એવા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટ ની પણ રેંજ આઈજીએ પ્રસંસા કરી હતી.