આસલોણા, બિલોનીયા, મોહપાડા માર્ગ પર દમણગંગા નદી ઉપર દાવલેશ્વર મહાદેવ મંદિર પાસે રૂ. 22 કરોડના ખર્ચે નવા પુલના કામ માટે મંજૂરી આપવામાં આવી છે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માનતાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ પુલથી આસપાસના ગામોને વર્ષોથી પડતી પરિવહનની સમસ્યાથી મુક્તિ મળશે, તેમજ કાંઠાના લોકો માટે આ પુલ જીવનરેખા સમાન સાબિત થશે, નવો પુલ સ્થાનિક વિકાસ માટે મજબૂત કડી બનશે અને વિસ્તારના લોકોને સુગમ અવરજવર મળી રહેશે...