મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્રારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ "પા પા પગલી "અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજપીપલા સ્થિત પટેલ છાત્રાલય ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંગભાઇ તડવીની અધ્યક્ષતામાં ભૂલકા મેળો યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.