વસો પોલીસની ટીમ 12 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે વસોના ઇન્દિરા નગરી વિસ્તારમાં લાઈટના અજવાળી ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે રૂપિયા 1560 નો મુદ્દા માલ પ્રાપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે