ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે આરોગ્ય કમિશનરની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઇ હતી. રોગી કલ્યાણ સમિતિની મહત્વની બેઠક ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર દર્દીઓના હિત અર્થે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.