ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર શહેરના વડવા સીધી વાડ, કરચલીયા પરા વાલ્કેટ ગેટ, રાજકોટ, સિહોર તેમજ શહેરના જુદા જુદા વિસ્તારના 10 શખ્સોને ચોરી થયેલા 10 નંગ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા. અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.