બુધવારે અંદાજીત બપોરે 2 વાગ્યા ની આસપાસ પોશીના શહેરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવ ની ઉજવણી લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ' એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ એ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.ત્યારે પર્યાવરણની શુદ્ધતા અને માનવ જીવનના સંતુલન માટે વૃક્ષોની આવશ્યકતા પર ભાર મુકાયો હતો.