ગોધરા શહેરમાં પાંચ દિવસથી ઉજવાતો વિઘ્નહર્તા ગણેશોત્સવ રામસાગર તળાવ ખાતે શ્રદ્ધાભેર વિસર્જન સાથે પૂર્ણ થયો. વહેલી સવારે ભક્તોએ પૂજન-આરતી બાદ પ્રતિમાઓને ઢોલ-ડીજે સાથે શોભાયાત્રા રૂપે તળાવ ખાતે લઈ જઈ વિદાય આપી. પાલિકા દ્વારા ત્રણ ક્રેન, તરવૈયાઓ તથા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ હતી. નાની પ્રતિમાઓ ભક્તોએ જાતે જ વિસર્જિત કરી, ત્યારે અનેકની આંખો ભીની થઈ. પાંચ દિવસ દરમિયાન શહેરમાં ભજન, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.