માંડવા ગામે ખેતી કામ કરતી મહિલા જીવજંતુ કરડાતા હોસ્પિટલ ખસેડાઈ અમરેલી જિલ્લા નજીક આવેલ માંડવા ગામે આજે સાંજે 4 કલકે ખેતી કામ કરી રહેલી ટીનુબેન વસંતભાઈ ભીલને અચાનક ઝેરી જીવજંતુએ કરડી લીધા હતા. દંશ બાદ તેમની તબિયત બગડતાં પરિવારજનોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હાલ તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.