અંકલેશ્વરમાં કાર્યરત સી.કે 24 વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદ્રામાં સમૃદ્ધિ પાર્ક ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 ડોક્ટરોની ટીમે સેવા આપી હતી.બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેનો 100થી વધુ લોકોએ લાભ લીધો હતો.ડાયેટીશીયન ચિરાગ આહીર અને તેમની ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.