નડિયાદમાં પહેલીવાર નાની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયું. 8 ફૂટ ઊંડા તળાવમાં 7 લાખ લિટર પાણી ભરાશે. મોટી પ્રતિમાના વિસર્જન માટે મોટી નહેર ખાતે વ્યવસ્થા કરાશે. નડિયાદ શહેરમાં ગણેશ વિસર્જનને લઈને હવે મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર હેલીપેડ ખાતે કૃત્રિમ તળાવ બનાવવાનું શરૂ કરાયુ છે. જેમાં નાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. જયારે મોટી પ્રતિમાઓ માટે નહેર ખાતે વ્યવસ્થા કરાશે.