સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારે ગતરાત્રિના અંદાજિત 1 વાગ્યા ની આસપાસ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેને લઈ ને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ફરી એકવાર હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી.