ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે ટ્રક ચોરીનો ભાંડો ફોડ્યો,ચોરી થયેલ ટાટા કંપનીનો ટોરસ ટ્રક કિ.રૂ. ૮ લાખ ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા.ઘાંઘળી ગામ નજીકથી કબ્જે લેવાયેલા ટ્રક અંગે તપાસ કરતાં તે અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું.પકડાયેલા ઇસમોમાં શિહોરના ગનીભાઇ આદમભાઇ સૈયદ અને ઉસરડ ગામના વિવેકભાઇ નારણભાઇ પરમારનો સમાવેશ થાય છે.