ભરૂચના ન્યુ આનંદ નગર સોસાયટી પાસે આલી માતરીયા ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને 3 મોબાઈલ ફોન મળી કુલ 21 હજારથી વધુના મુદ્દામાલ સાથે આલી માતરીયા ઝૂંપડપટ્ટીમાં રહેતો જુગારી વિશાલ ટીના વસાવા,ઉમેશ મોહન વસાવા અને કિશન વિજય વસાવા તેમજ તુષાર સંજય ઠાકોરને ઝડપી પાડ્યો હતો.