અમરેલીના કુકાવાવ નજીક રોડ પર અચાનક ભટકતા ઢોર આવી જતા બાઈક અકસ્માત સર્જાયો. જેમાં બાલુભાઈ જોગાણી નામના વ્યક્તિને ઇજા થતાં તેમને સારવાર માટે અમરેલી ખસેડાયા છે.રખડતા ઢોરની સમસ્યાને કારણે ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારમાં વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે વાહનચાલકોમાં ભયનું વાતાવરણ છે.