પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી જે એન ચેરીટેબલ હોસ્પિટલમાં રોટરી સેવાદલ ગઢ અને મેડીપોલિસના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના સર્જન તબીબો દ્વારા લોકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબની નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી આજે રવિવારે સવારે 10:00 કલાકે મેડિકલ કેમ્પમાં જ આજુબાજુના 30 જેટલા ગામોના 1000 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.