મહીયારી ગામે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા વિક્રમ પરમાર નામના શિક્ષક સામે તેની શાળામાં અભ્યાસ કરતી નવમા ધોરણની વિદ્યાર્થીનીએ એવો આક્ષેપ કર્યો હતો કે ગત તા 2 ના રોજ બપોર ના સમયે રીસેસ દરમ્યાન તેના પર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે વાલીઓ ને જાણ કરતા વાલીઓ કુતિયાણા પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.જે અંગે ડી.વાય.એસ.પી.એ નિવેદન આપ્યું હતું.