જૂનાગઢના ભવનાથમાં પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમમાં આવતીકાલે રાહુલ ગાંધી પધારવાના છે.જેને લઇ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ નિવેદન આપ્યું છે.સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૧૦ દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ છે.ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખની પ્રશિક્ષણ શિબિર શરૂ છે.