31 ઓગસ્ટના રોજ આ તમામ જાતીઓ કાયદા દ્વારા લાગેલી ગુનેગારની કાળી ટીલીમાંથી મુક્ત થઈ હતી, આથી વિચરતી વિમુક્ત જનજાતિ મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. ખેર, વિચરતી અને વિમુક્ત જાતીઓ ઉપર કાયદા વડે વાગેલું વેબલ તો દૂર થયું પરંતુ હવે સામાજિક રીતે પણ તેમની ઉપર વાગેલ અલગ અલગ પ્રકારના વૈબલ દૂર થાય તેઓ પ્રત્યેની તિરસ્કારભરી માનસિક્તામાં બદલાવ આવે, તેઓને સમાન હક્ક મળે, તેઓને પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોતાની ઓળખ મળે, તેઓ પણ સંગઠિત થાય અને તેમને સાચી