મંગળવારના સાડા પાંચ વાગ્યા દરમિયાન કરાયેલા વિસર્જન ની વિગત મુજબ ધરમપુર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી નાની ગણેશ પ્રતિમાનો આજરોજ ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના તાન અને માન નદી વિસ્તારમાં રહેતા લોકોએ ભાવભીની આંખે બાપાને વિદાય આપી હતી અને ધરમપુર તાલુકાની બામટી નદીમાં 35 જેટલી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું