બુધવારના 4 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ ધરમપુર તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે આજરોજ ધરમપુર તાલુકા સંકલન અને આગામી રવિ કૃષિ મહોત્સવ 2025 ની તૈયારી ના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમના આયોજનના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.