ભાવનગર શિક્ષક દિવસ નિમિત્તે ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. સન્માનિત થનાર શિક્ષકોમાં શ્રી અમરજીતસિંહ પરમાર, શ્રી જીતેશભાઈ ચૌહાણ, શ્રી ભાવેશ કુમાર સોલંકી અને ડૉ. જીજ્ઞેશ ભાઈ વેગડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષકને બાળકોનો શ્રેષ્ઠ નાગરિક બનાવનાર પાયાના વ્યક્તિ ગણાવ્યા હતા.