નિઝર ખાતે આવેલ પેઢી માંથી કપાસ લઈ લુધિયાણા ના વેપારી એ 28 લાખનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી રવિવારે 4 કલાકે મળતી વિગત મુજબ નિઝરના સરવાળા ખાતે આવેલ પેઢી માંથી લુધિયાણા ના વેપારી રાજેશ ગુપ્તા એ કપાસ મંગાવી નાણાં નહીં ચૂકવતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે.જેમાં 28 લાખ જેટલી માતબર રકમ નહીં ચૂકવી ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.