ભાવનગર બોર તળાવ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના વડવા કાઠીયાવાડી વિસ્તારમાં રહેતા ગફારભાઈ નામના યુવાન પર કુંભારવાડા આવેલા પાસે દરગાહ નજીક હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં અશરફભાઈ નામના શખ્સએ ગફારભાઈ પર હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવને લઇ પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી લીધો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.