બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જોટિંગડા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ.એન. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 181 અભયમ હેલ્પલાઇન ના કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી