શિક્ષક દિન : કચ્છ કે તારે મેદાન મે ૦૦૦૦૦ કચ્છના દિવ્યાંગ તારલાઓને તરાશીને રમતના મેદાનો ગજવતા કરનાર દિવ્યાંગ શિક્ષક નીરવ ડાકી ૦૦૦૦૦ જે દિવ્યાંગ બાળકો એક સમયે કલાસ કે હોસ્ટેલ રૂમથી બહાર નીકળવામાં મથામણ કરતા તે બાળકો આજે નેશનલ રમતવીર બન્યા ૦૦૦૦૦ નીરવ ડાકીના કોચીંગ હેઠળ તૈયાર થનાર ગુજરાતની ગોલબોલ ટીમ પ્રથમવાર ભાગ આ રમતમાં ભાગ લઇને નેશનલકક્ષાએ પ્રથમ રનર્સઅપ રહી : જેમાં ૬ પ્લેયરમાંથી ૪ પ્લેયર કચ્છના નવચેતન અંધજન મંડળના હતા