ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામે ૧૯ વર્ષીય યુવાને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા કેસમાં ત્રીજા એડી. સેસન્સ તથા સ્પેશિયલ પોક્સો જજ એચ.એસ. દવેની અદાલતે આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ભુપતભાઈ ચીખલીયાને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સજા તથા રોકડ દંડ ફટકાર્યો છે.સરકારી વકીલ ગીતાબા જાડેજાની દલીલો આધારે વિવિધ કલમો હેઠળ કુલ ૩ થી ૨૦ વર્ષની સજા ફરમાવાઈ છે. સાથે જ ભોગ બનનાર સગીરા માટે સરકારને ૩૦ દિવસમાં રૂ. ૬ લાખ વળતર ચુકવવાનો હુકમ આપવામાં આવ્યો છે.