દિયોદર અને લાખણી તાલુકાના તળાવો ભરવા નર્મદા આધારિત પાઇપ લાઇન નું ખાદ્ય મુહૂર્ત કરી કામ ચાલુ કરવામાં આવ્યું આજે દિયોદર અને લાખણી તાલુકાના તળાવો ભરવા દિયોદર તાલુકાના જાડા ગામે ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા દિયોદર લાખણી નર્મદા મુખ્ય કેનાલ આધારિત દિયોદર-લાખણી પાઇપલાઇનની મુખ્ય પાઇપલાઇન (ધ્રાંડવ, તા. દિયોદર થી ધરણવા, તા. લાખણી)ના કામનો શુભ આરંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમ પ્રસંગે આગેવાનો, કાર્યકર્તાઓ, તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા