ગઈકાલે રાત્રે વસેલા ભારે વરસાદને કારણે વિઘ્નહર્તાની પૂજામાં વિઘ્ન ઉભું થયું હતું. જેમાં શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ગણેશજીના પંડાલમાં ભારે વરસાદને કારણે ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રાત્રે 12 વાગ્યા સુધી ચાલતા કાર્યક્રમો ટૂંકાવવા પડ્યા હતા અને રાત્રે 8:30 વાગ્યામાં જ બંધ કરી દેવા પડ્યા હતા.