બનાસકાંઠા જિલ્લાના નવા એસપી દ્વારા દારૂ પર તવાઈ બોલાવવામાં આવી છે. દારૂ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ બનાસકાંઠા એલસીબી દ્વારા છ દિવસમાં 1.10 કરોડના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે બનાસકાંઠા એલસીબીએ આજે રવિવારે બપોરે 12:00 કલાકે જાણકારી આપી હતી કે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી દારૂબંધીની અમલવારી માટે કડક કાર્યવાહી થઈ રહી છે.