જોધપુર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનું પોતાના પરિવાર સાથે હમસફર જોધપુર ટ્રેનમાં મુસાફરી કરતા હતા આ દરમિયાન નડિયાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનમાંથી રાત્રિના સમયે અજાણ્યો ઈસમ આર્મી જવાની પત્નીનું 93,000 ની મતા ભરેલું પર્સ ચોરીને ફરાર થયો હતો. સમગ્ર મામલે નડિયાદ રેલવે પોલીસ મથક ખાતે આર્મી જવાન દ્વારા અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.