પાવાગઢ માં તા.7 સપ્ટેમ્બર રવિવારની રાત્રે 9 વાગ્યાના અરસામાં એક દીપડો લટાર મારતો નજરે પડ્યો હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પાવાગઢ તળેટી થી માંચી વચ્ચે આવેલ બાવામાંન મસ્જિદ નીચે દીપડો રોડ ઉપર જતો જોવા મળ્યો હતો.એક કાર ચાલકને રાત્રે 9 વાગ્યાના અરસામાં આ દીપડો જોવા મળ્યો હતો આસો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે રાત્રે આ માર્ગ ની પગપાળા અવર જવર રોકવી જરૂરી કરવી જોઈએ અને તળેટી થી માંચી પગપાળા જતા યાત્રાળુઓ એ સચેત રહેવું જોઈએ