સોમવારના 8:00 કલાકે કરાયેલા આગમન ની વિગત ગણપત િ સ્થાપનાને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે સમગ્ર જિલ્લામાં ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય તે માટે વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવતા ગણેશપંડાલો દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ધરમપુરમાં સમડી ચોક ના રાજા નો આજરોજ ત્રણ દરવાજા પાસે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉંટી પડ્યા હતા અને ડીજેના તાલે બાપા નું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું