વઢવાણ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાસ કરીને કપાસ, અડદ, એરંડા સહિતના પાકમાં સતત પાણી ભરાઈ રહેતા આ પાક બળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર દ્વારા નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.