નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે આજ રોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમમાં પેટલાદ તાલુકાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.