વડાલી નગરપાલિકા ના વોર્ડ એક અને પાંચ ના રહીશો આજે 12 વાગે મોટી સંખ્યામાં નગરપાલિકા ચીફ ઓફિસર ની ઓફિસ માં પહોંચ્યા હતા.જૂની દૂધ ડેરી થી લઈ નવી દૂધ ડેરી અને કસ્બા વિસ્તારમાં ગણા લાંબા સમય થી રસ્તો ખોદેલ છે જે રસ્તા નું નવીનીકરણ ન થતા આજે સ્થાનિકો એ ઉગ્ર વિરોધ કર્યો હતો.નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ની આગામી સમયમાં યોગ્ય ઉકેલ ની ખાત્રી મળતા મામલો શાંત પડ્યો હતો.