સૂત્રો થી મળતી માહિતી મુજબ શનિવારે અંદાજીત 3 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામના પુરુષ ની દેલવાડા વિસ્તાર ના ધરોઈ ડેમ ના કિનારે થી નિવસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે ફાયર બ્રિગેડ ની ટીમ ને પુરુષ ની લાશ ને બહાર કાઢી હતી.અને તાત્કાલિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ત્યારે શંકાસ્પદ હાલતમાં પુરુષની લાશ મળતા વિવિધ દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કરાયો.